Gujarati Quote in Questions by Abhi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુભપ્રભાત મિત્રો  :)

આજે સન્ડે અેટલે કે ફન ડે હાહાહાહાહા ^o^
આજે સાવ નવરો છું અેટલે થયું કે ચાલ આજે કંઈક લખું,

પ્રથમ વાર કંઇક લખવાનો પ્રયત્ન કર્યો છે જો કોઇ પણ પ્રકારની ભુલ થઈ હોય તો મને ક્ષમા કરજો..  ^o^

     આજની યુવાપેઢી ને પ્રેમમાં નિષ્ફળતા મળે તો.

જીવન આકરું લાગે છે,અને હિંમત પણ હારી જાય છે. ઘણાં અક્કલમથાંઓ તો જીવન ટૂંકાવી દેવાનાં નિર્ણય સુધી પહોંચી જાય છે, અને કદાચ ભૂલમાં કોઈ જીવન જીવવાનો નિર્ણય લે તો મૂર્છિત થયને જીવન જીવે છે કે પ્રેમ ના મળ્યો અેટલે હવે જીવનમાં મજા નથી આ નથી ગમતું પેલું નથી ગમતું અેમ, હવે તમે જ કહોં મિત્રો શું આને જીવન કહેવાય 
હેં?

ભગવાને આટલું મસ્ત જીવન આપ્યું છે તો એને આમ ને આમ વેડફી નાખીએ?? 

મારા દ્રષ્ટિકોણ થી તો હું એવું માનું કે ક્યાંક ને ક્યાંક દરેકે દરેક વ્યક્તિ અેવું માને જ છે કે હું (સારો  છોકરો / સારી છોકરી) છું બરાબર??  તો પછી એનો સીધો અર્થ એવો થાય છે કે જે તમને તરછોડી ને જતા રહ્યા છે અે મૂર્ખ છે, તો ભૂલ તો અેણે કરી છે કે તમારા જેવા સારાં વ્યક્તિ ને છોડીને જાય છે તો આપણે આપણું જીવન કેમ આપડા હાથેં જ બગાડીએ છીએ??  

બંધ દરવાજા તરફ એટલી બધી  વાર ન તાકી રહો કે બીજા કોઇ ખુલ્લા દરવાજા તરફ નજર જ ન પડે. એક દરવાજો બંધ થાય ત્યારે બીજો કોઇ દરવાજો અચૂક ખૂલતો જ હોય છે. જરૂર છે એની તલાશ કરવાની. 

દિલના આવેશોને શાંત થવા દો..મનના ડહોળાયેલા પાણીને ઠરવા દો. પછી શાંત બનીને વિચારો. અણી ચૂક્યો સો વરસ જીવે એવી કહેવત યાદ આવે છે? બસ..એ આવેશમય એક પળને વહી જવા દો.. 

દાંતઃ હવે, ‘‘તમે 2000 આ નોટ નીચે પડેલી હોય..ચોળાયેલી હોય કે ડૂચા જેવી થઇ ગઈ હોય તો પણ લેવા માંગો છો. કારણ કે તે ગમે તેવી હોય પણ તેની કિંમત
2000 રૂપિયા છે. 
એવી જ રીતે તમારા જીવનમાં સંજોગો ગમે તેવા હોય તો પણ એનાથી એક માનવી તરીકેનું તમારું મૂલ્ય ઓછું નથી થતું.

ત્યારે પણ તમેં તમારાં પરિવારજનો માટે તો તમે અમૂલ્ય રહો જ હો છો પણ સાથે સાથે તમે તમારા મિત્રો માટે પણ ખૂબ જ અમુલ્ય છો એ ક્યારે પણ ભૂલશો નહીં.  આજે તમને તમારો પ્રેમ ના મળ્યો અેટલે તમારું જીવન વ્યર્થ હેં?? શું તમે નકામા બની ગયા?? ના અેવું નથી તમારી કિંમત તમે જ છો, જો તમેં સમજી શકો તો.

ખાલી મંદિર માં જઈ ભગવાન ને પગે લાગો અેનાથી કશું જ ના થાય, ભગવાન પર શ્રધ્ધા પણ રાખતાં શીખો મિત્રો,
જે થાય છે અે સારા માટે જ થાય છે અે માનીને જ ચાલવું.

તો શું કહો છો મિત્રો ? ગમે તેવા સંજોગોમાં પણ આપણે આ રીતે જીવનનું અપમાન નહીં કરીએ નેં ? અને જે કરીરહ્યાં છે અથવાં તો કરશે તેઓને આપડે પ્રેમથી સમજાવીશું ને ?

મારો તો મુખ્ય હેતું અેજ છે કે દરેકે દરેકને પોતાના જીવનનું મહત્વ સમજાવતા રહો.. ^o^
                                               

Gujarati Questions by Abhi : 111026375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now