પુર્ણતા ને પામવા ની પળોજણ માં શાને પડ્યો છે,
જીંદગી માં રહેલી અધુરપ ને માણી તો જો.
આંખ માં સોનેરી શમણા શાને ભરી રહ્યો છે,
વર્તમાન માં રહેલી વિવિધતા ને જાણી તો જો.
કર્મ થકી જ “કાનો” “શ્રીકૃષ્ણ” બન્યો હતો,
કર્મ ની “કેડી” થી પ્રારબ્ધ ને પામી તો જો.
શાને ખોળે છે “એને” ઈમારતો માં,
એક વાર કોઈ ગરીબ ના ખોળિયા માં ઝાંકી તો જો.
જુઠ્ઠાણા ના તાણાવાણા કેમ વણી રહ્યો છે,
એક વાર સત્ય ની સુંદરતા પામી તો જો.
છળ-કપટ કરી ને ઘણા ખેલ જીતી લીધા,
એક વાર ઈમાનદારી થી હારી તો જો.
-હિમાંશુ પટેલ