ચાલવાની મજા…….
………………………..
આજકાલ ચાલવા જેવી કોઈ મજા જ નથી…
શ્રેષ્ઠકસરત છે.
સસ્તી અને સારી દવા છે.
તબીબો પણ હવે એકજ સલાહ વારંવાર આપે છે કે બસ ચાલો …
દિવસમાં ચાલશો ૫૦૦૦ ડગલા કે ૪000 ડગલા
તો જ ફાયદો થશે…
થોડું પણ ચાલવાનું અવશ્ય રાખશો.
બ્લડપ્રેશરની દવા એટલે ચાલવું…
પગ ના દુખાવા કે સંlધlના દુખાવા થી બચવા પણ ચાલો….
મોર્નિંગ વોક એ શ્રેષ્ઠ વિટામીન છે…
તબિયતની સાવ મફતની દવા છે ...ચાલવું …
બસ ચાલો અને સ્વસ્થ રહો..મસ્ત રહો….
ચાલશો તો તન અને મન બને મસ્ત રહેશે અને સ્વસ્થ રહેશે..
આપણે ત્યાં હમણાં વોક વે બની રહ્યા છે
ગાર્ડનમાં વોકર્સ માટે પણ વોક વે બન્યા છે…
વિદેશોમાં તો આવા રસ્તા વરસો થી છે..
યુરોપ અમેરિકા જેવા દેશોમાં જેટલું ચલાય છે
તેટલું અlપણે ત્યાં લોકો ચાલતા નથી
વળી બાઈક અને સ્કુટર ના નામે તો લોકોએ ચાલવાનું જ
જાણે બંધ કરી દીધું છે.
જ્યાં ત્યાં બસ આ બાઈક અને સ્કુટર લઈને પહોચી જાઓ…