વાત જાહેર ખાનગી થઈ ગઈ;
આંખ આ જ્યારથી નદી થઈ ગઈ!
ચાંપ સ્મરણોની સ્હેજ દાબી ત્યાં-
આ હૃદયમાંહે રોશની થઈ ગઈ;
એક પીડા હતી સદા સંગે,
તું મળી ને એ વેગળી થઈ ગઈ.
વારતા એક તારી ને મારી,
આજ જોડાઈ, આપણી થઈ ગઈ.
એમ તેં પણ જતા જતા જોયું;
હા, હતી લાગણી, છતી થઈ ગઈ.
'પાર્થ' એવું તે શું ભળ્યું એમાં!
આ ગઝલ કાં ગળી-ગળી થઈ ગઈ?
: હિમલ પંડ્યા 'પાર્થ'