મને માફ કર ખુદા શું કરું સ્વીકારી તમારી રહેમતો
મને સ્વર્ગ સાતેય સાપડ્યા ગમતી ગલીના લિબાસમાં
આરોહી પલંગ પર સુઈ રહી હતી. આખો દિવસ ગયી કાલે ઓફિસ અને ઘરે બહુ કામ હતું. તેથી થાક હતો. રવિવાર હોવાથી મનને પણ એને ઉઠાડી નહિ. એલાર્મ માં જોતાં ૯ વાગ્યા તેથી આરોહી પરાણે ઊઠી. બ્રશ કરવા ગઇ.એટલામાં મનન ગરમાગરમ ચા ને બટકાપોવા સાથે એક બોક્સ લઈરૂમ માં દાખલ થયો. આરોહી આશ્ચર્ય સાથે જોઈ રહી. આજે બર્થડે કે એનીવ્રસરી ન્હોતી તો.. મનન આ બધું..???
મનન બોલ્યો મેડમ સુખ હોય કે દુઃખ તું હમેશા મારી સાથે હોય છે ને. જીવન માં દરેક પડાવે મે તને ઝંખી છે ને તે મને મારી પત્ની તરીકે સાથ આપ્યો છે. મારી પ્રગતિ, મારો પરિવાર ની ખુશી સઘળુંય તારા થકી શક્ય બન્યું છે. જ્યારે હું હારી ગયો છું એ મુકામે તે જીવનસંગિની બની સાથ આપ્યો. એટલે આજના દિને તને... મારી પ્રિય દોસ્ત.... Happy friendship day wifey!!!
આરોહી આલિંગન સાથે મનનને ચૂમી રહી.