નાનુ અમથુ દફતર લઇ, એ આવતી શાળાએ ભણવા,
સ્વાર્થના સંગાથે હુ પણ પોહચી જતો શાળાએ એને માણવા,
હાજરી પત્રકમા એના પછી નો મારો નંબર હતો,
એટલે જ તો હાજર હોવા છતા પણ હુ આખુ વર્ષ ગેરહાજર હતો,
એના હાજર સાહેબ બોલવાથી વિચારોના વંટોળમા હુ ખોવાઈ જતો,
ને વગર વાંકે સાહેબ ની નજર મા આવી જતો,
સજા રૂપે મારે તારી બાજુમા બેસવાનુ થયુ, ને મિત્રો દ્વારા આરોપનામુ લખાયુ,
શાળાની કેન્ટીંગ મા મિત્રો નુ ન્યાયાલય બોલાવાયું,
ને દંડ રૂપે કેન્ટીંગનુ આખે આખુ બીલ ભરવા અપાયું,
વાંક તો તારા એ હાજર સાહેબ બોલવાનો હતો, તો મુકદ્દમો મારા પર કેમ ચાલ્યો એ મને ના સમજાયું,
ત્યાંજ ઘંટ વગ્યોને ન્યાયાલય આખુ ગણિતના ક્લાસ મા ગયું,
ત્યાં આંકડાઓની ગુંચવણમા તારા હોઠ અને પેન નુ આલિંગન થયુ,
ને પહેલીવાર માનવી મટી મને એ નિર્જીવ પેન થવાનું મન થયુ,
તારી આંખો ના દરિયામાં હજુ તો હુ લાગ્યો તો જ તણાવ,
ત્યાંજ દિવસ પૂરો થયો, શાળા નો ઘંટ લાગ્યો એ જણાવા,
નાનુ અમથુ દફતર લઇ, એ આવતી શાળાએ ભણવા.
~કેવલ વિઠ્ઠલાણી (સનવાવ)