ગુરુ. ..........................
ગુર. શબ્દ જ એવો જોરદાર છે કે સાંભળતા જ ગુરુ પ્રત્યે માન અને દિલ મા તેમના માટે આપણો જે UNLIMITED પ્રેમ છે તે માત્ર બે હાથ જોડીને જ વ્યકત કરી શકાય. ગુરુ એટલે શુ ? 99% લોકો માને છે કે ગુરુ એટલે માત્ર ચોપડી નુ શિક્ષણ આપનાર એક શિક્ષક. અરે. .ગુરુ એટલે તો તે દરેક વ્યક્તિ જેણે તમને જીવન ની દરેક ક્ષણ ને જીવતા શીખવાડી. ભણતર ની સાચી રીત અને મહત્ત્વ જણાવ્યુ.
ગુરુ કોઈ પણ હોય શકે છે. પછી એ તમારો મિત્ર હોય,, તમારા શિક્ષક હોય કે પછી આંગળી પકડી ને ચાલતા શીખવનાર તમારા માતા- પિતા હોય. શુ વાત કરુ ગુરુ વિશે લખતા તો હંમેશા UNLIMITED રહેતા મારા આ શબ્દો પણ ઓછા પડે છે. મને મારા બધા ગુરુ જ એવા મળ્યા છે કે મારા માટે તો એ ભગવાન કરતા પણ વધારે SPECIAL છે. મારા મને ગુરુ ની એક નાનકડી વાર્તા છે જેમાં ગુરુ ની વ્યાખ્યા મળે છે.
એકવાર એક શાળામાં નવા શિક્ષકે આવીને વિધાર્થીઓ ને પુછયુ કે કોણ મારો શિષ્ય બનાવા માંગે છે ? બધા જ વિધાર્થીઓ ના હાથ ઊંચા હતા સિવાય એક. એ વિધાર્થી ને શિક્ષક એ પૂછયૂ કે કેમ તુ મારો શિષ્ય બનવા નથી માંગતો ? વિદ્યાર્થી એ ખૂબ જ સરસ હૃદયને સ્પર્શી જાય તેવો ઉત્તર આપ્યો. તેણે કહ્યુ કે ખરેખર હુ તમારો શિષ્ય નય પણ મિત્ર બનવા માંગુ છુ. કારણ જો હુ તમારો શિષ્ય બનીશ તો મારે રોજ માત્ર તમારુ અનુકરણ કરવુ પડશે પણ જો તમે મને મિત્ર
બનાવશો તો હુ કોઈ પણ પ્રકારના ડર વગર રોજ કંઈક નવુ શીખીશ. ..
બસ આ જ હતી મારી મારા ગુરુ પ્રત્યે ની લાગણી,, પ્રેમ અને માન. આજે ગુરુ પૂર્ણિમા છે માટે માત્ર એક દિવસ માટે આ બધી વાતો કરુ છુ એવુ નથી .અરે એ બધુ તો. FORMALITIES કહેવાય. મારા માટે તો મારા ગુરુ પ્રત્યે નો પ્રેમ YESTERDAY, TODAY AND TOMORROW રહેશે.
SHILU PARMAR ની તરફથી મારા બધા જ ગુરુ ને દિલથી. .......
HAPPY GURU PURNIMA MY ALL SPECIAL AND RESPECTED GURU...