મુજ ભણી જોઈને મ્હોં ફેરવી ગયા, સવાર સવારમાં !
લાગણીઓ પણ કેવી સાવ સૂકાઈ ગઈ છે વ્યવહારમાં !
પંખીઓ પૂછે છે ડાળને,વેચી આવ્યા ક્યાં પાંદડા?
અશ્રુઓ લઈ ઝાડ ઊભું છે સાવ મૂંગું,સવાર સવારમાં!
કદી ન આવજો ને ન પૂછજો વાવડ કદી માર્ગમાં,
ધોળે દિ'એ ને સગી આંખે લૂંટાય છે લોકો પ્યારમાં!
મતલબ તણાં મહામેળા ભરાય છે અહીં માનવના સહવાસમાં,
ને પુષ્પોનેય કરમાતા જોયા છે ચમનમાં મેં, સવાર સવારમાં!
વાડને કહેજો દોસ્તો,કે કાંટાઓ જરા સાચવીને રાખે !
તીર-તલવારોનેય લૂંટાતી જોઈ છે મે સરાજાહેરમાં !
એક શબને તરફડતું જોયું'તું મે રાત્રે અહીં શમશાનમાં,
એ લાશ પર માછલા ધોવાતા હતાં, સવાર સવારમાં !
સ્વાર્થને ન ઘુસવા દેજો દોસ્તો,કદી કોઈ સ્નેહસબંધમાં,
સગા બાપનેય પુત્ર પાસે આજીજી કરતા જોયો છે મે,સવાર સવારમાં..!
-અશ્ક રેશમિયા