એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસ માં જાય છે ,
એના દીકરા ને જોવે છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે ,
ફકરથી એને પૂછે છે અને એના ખંભા ઉપર હાથ રાખી પૂછે છે ...
દીકરા તને ખબર છે આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે ? ? ?
દીકરાએ ઝડપ થી જવાબ આપ્યો કે
' હું '
પિતાનું દિલ થોડું બેસી ગયું
એક વાર પાછું પૂછ્યું દીકરા
આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે ? ?
દીકરાએ પેહલા ની જેમજ બેજીજક જવાબ આપ્યો કે
' હું '
પિતા ના ચેહરા ઉપર થી જાણે રંગ જ ઉડી ગયો હોય
પિતા ને બોવ દુઃખ થાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે ..
દીકરા ના ખંભા ઉપરથી હાથ હટાવે છે
અને દરવાજા તરફ જાવા લગે છે
ઓફીસના દરવાજા પાસે જઈ ઉભા રહે છે દીકરા તરફ પાછું જોવે છે અને પાછું પૂછે છે ..
દીકરા આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે ? ?
દીકરો કોઈ જીજક વગર બોલે છે
' ત મે '
પિતા એકદમ હેરાન થઈ જાય છે
દીકરાના આ બદલતા વિચાર જોઈ ને પિતા ના કદમ પાછા વડે છે અંદર તરફ અને ધીમે થી પૂછે છે
થોડી વાર પેહલા તારા વિચાર માં આ દુનિયા નો તાકતવર માણસ તું હતો અને હવે મારુ નામ કહે છો ..
દીકરો કહે છે કે જ્યારે તમારો હાથ મારા ઉપર હતો ત્યારે આ દુનિયાનો સૌથી તાકતવર માણસ હું હતો
અને જ્યારે તમારો હાથ ઉઠી ગયો
અને તમે જતા રહ્યા
ત્યારે હું એકલો થઈ ગયો
કારણ કે મારા માટે તો
દુનિયાનો સૌથી તાકતવર માણસ તમે જ છો .