લખું હું તારા માટે, શબ્દો ભીના થઈ જાય,
કહું હું તારા માટે, ઝરમર વરસાદ થઈ જાય.
આસમાન માં મદિરા નો પ્યાલો ભરેલો હોય,
ને આ ધરતી પ્યાસી થઈ જાય..
ઝીણી પાણી ની બુંદો પર પણ,
કાશ કે હું તારું નામ લખી શકુ,
તો દરેક પાણીની બુંદ રાધા બને
અને દરેક ઝરણા શ્યામ થઈ જાય.