આજે સવારમાં એક સપનું જોયું ,
સપનામાં વિશ્ર્વ અનેરું જોયું ,
જ્યાં હતાં વૃક્ષો અગણિત ,
જંગલને મેં ત્યાં વિસ્તરતું જોયું ...
જ્યાં હતા પ્રાણીઓ અને પક્ષીઓ ઘણા ,
જીવનને મેં ત્યાં વિકસતું જોયું ....
જ્યાં મિત્રોની મોજ હતી ને હતો પ્રેમ ,
હાસ્ય ને મેં ત્યાં જ ઉગતુ જોયું ...
જ્યાં સાદગી સાથે રહેતો હતો માનવી ,
છતાં હાથમાં ' Technology 'નું પુસ્તક જોયું ...
જ્યાં ન હતું પ્રદૂષણ કે કોઈ દૂષણ ,
સ્વચ્છતાનું પુષ્પ મેં ત્યાં પમરતુ જોયું ...
જ્યાં પીરસતી હતી કુદરત નિત નવા થાળ ,
એક બાળકને ' માં ' ના હાથે ત્યાં જમતું જોયું ...
જ્યાં ન હતાં ધર્મ કે દેશના ભાંગલા ,
માનવતાનું હ્રદય ત્યાં ધબકતું જોયું...