વાર્તા#1 – બિલકુલ તારા જેવી જ...
હોસ્પિટલમાં ડિલિવરી થયા બાદ નર્સે નવજાત બાળકીને માના હાથમાં મૂકી. તેણીનીએ દીકરીના કોમળ ચહેરા પર હળવો હાથ પસવારી, હરખાતા, રડતાં સંમિશ્રિત સ્વરે તેના પતિને પૂછ્યું, “કેવી દેખાય છે આપણી દીકરી?” કહીને તેણે દીકરીના ફૂલ જેવા કોમળ ચહેરા પર માતૃવાત્સલ્યથી છલકાતો હાથ પસવાર્યો.
“એકદમ ખૂબસૂરત...” તેના પતિએ તેની પત્નીના લાગણીભીના ચહેરા તરફ જોઈને ધીરેથી સ્નેહભર્યા અવાજે કહ્યું, “બિલકુલ તારા જેવી જ...”
ખુશીનું ડૂસકું મૂકી તેણીના આંખોમાંથી ખુશીના આસું ખરી પડ્યા! ક્ષણભર માટે તેના મનમાં પ્રબળ વાંછના જાગી ઉઠી : ‘કાશ...! ક્ષણભર પૂરતી પણ જો ઈશ્વરે મારી આંખોમાં દ્રષ્ટિ આપી હોત તો મારી દીકરીનો વહાલસોયો ચહેરો મારી આંખોની કીકીમાં જડી લીધો હોત!’
* * *
#100wordsstory