બ્રેકઅપ #100wordsstory
'અરે એમા કંઇ આટલું બધુ રોવાનુ હોય? બ્રેકઅપ તો થાય. જીવનમાં માણસો તો આવે અને એકદિવસ આમ જ ચાલ્યા જાય, એક છોકરો ચાલ્યો જાય તો થોડીને કંઇ અટકી પડે? તેના કરતા પણ સારો મળી જશે... આ જ ઝિંદગી છે. બધા ને આગળ વધવું જ પડે. મારુ પણ બ્રેકઅપ થયું જ તુ ને. જો આગળ વધી ગયા પછી હું કેટલી બધી ખુશ છું. કોઇ અસર છે મને?' તેની ફ્રેન્ડ ના આંસુ લુછતા તે સમજાવતી હતી.
પણ જેવી તેની નજર પોતાના ફોનની ગેલેરી પર પડી, એક હીડન ફોલ્ડરમા રહેલા અસંખ્ય ફોટોગ્રાફ્સ અને તેની આંખના ખુણાનું અશ્રુબિંદુ એકબીજા સામે ધીમે થી હસી પડ્યા