નજરથી નજર મળતા નજર જો જુકી જાય,
તો સમજવું પ્રેમ છે,
મળતી નજર ને ચહેરાનું સ્મિત જોઈ હ્રદય ધબકવાનું ચુકી જાય,
તો સમજવું પ્રેમ છે.
અે ક્ષણની મુલાકાતથી જો કોઇ રાતોની નિંદર ચોરી જાય,
તો સમજવું પ્રેમ છે,
અને જો શબ્દોના પગથીયા થકી કોઇ સપનાનાં મહેલ ભણી દોરી જાય,
તો સમજવં પ્રેમ છે.
નજર ફેરવતા જો ચેહરો માત્ર અેનો જ દેખાય,
તો સમજવું પ્રેમ છે,
અને કલમ હાથમાં પકડતા નામ પેલા અેનુ જ લખાય,
તો સમજવું પ્રેમ છે.
જો અેને ગમતું બધુજ તમને પણ ગમતું થઇ જાય,
તો સમજવું પ્રેમ છે,
અને જો અેના વિચાર માત્રથી મન ભમતું થઇ જાય,
તો સમજવું પ્રેમ છે.
અરિસા સામે ઉભા રહી ને જો ખુદને જ પુછાઇ, કે આવુ કેમ છે???
બસ ત્યારે સમજી જ લેવું.........કે આ પ્રેમ છે.
#imagination #
#love #