વરસાદ નો જાદુ!!
પતિ પત્ની ના વચ્ચે કેટલા એ દિવસ થી નોક-જોક ચાલતી હતી. બંને એક બીજા ની વાતો માં સાચ્ચા હતા. એમના નજરિયા થી. તો બંને માંથી કોઈ વાત ને પડતું જ ના મોકે. એક વાત ને લઇ ને ખુબ જ લડાઈ થઇ બંને ના વચ્ચે. ઘર વાળો ને કે હમણાં થઇ જશે હમણાં થઇ જશે , તો પણ કઈ નિવેડો નીકળ્યો જ નઈ. બંને ના વચ્ચે પ્રેમ ખુબ જ. બંને એક બીજા વગર બિલકુલ ના રહી શકે. પત્ની(અર્પિતા) ને એના પતિ ની તબિયત લઇ ને ચિંતા. અને પતિ(અનુપ) ને એની પત્ની. એક બીજા ને આટલો બધો પ્રેમ કરવા છતાં પોતાની ચિંતા પોતાનો પ્રેમ વ્યકત ના કરી શકે. બંને ની જિંદગી એક બીજા પૂરતી જ.
ઘર ની રોનક જ એ બંને થી. એક દિવસ ઘરવાળા એ કંટાળી ને બંને ને કીધું કે જાઓ તમે બહાર જતા આવો. એમાં પણ બંને ને વાંકુ પડ્યું. અર્પિતા ને એમ કે અનુપ કેમ મને ના કહી શકે બહાર જવાનું. અનુપ ને એમ કે અર્પિતા ને બહાર જવું જ હતું તો મને કે. બંને ના વચ્ચે વાત-ચિત બંધ હોવા થી ગલતફેમીયા વધતી જ રહી હતી. એના લીધી ઘણા બધા પ્રોબ્લમ થયા. વાત-ચિત બંદ થવાનું કારણ એ હતું કે બંને ના વચ્ચે મત -ભેદ સર્જાયા હતા. થોડાક સામાજિક કારણો સાર અને થોડા ખુદ ના. બંને ની ભૂલ ત્યાં હતી કે બંને એ વાતચીત બંદ કરી.. જ્યાં તેઓ એ પોતાના વિચારો વયક્ત કરવાના હતા ત્યાં બોલવાનું બંદ કર્યું .
પ્રોબ્લમ તો બંને ના વચ્ચે ખુબ જ આવ્યા. તે છતાં બંને બહાર ગયા. સવાર થી બંને બહાર ગયા તો પણ કઈ વાત-ચિત ના કરી. બંને બહાર તો સાથે જ ફરતા હતા. પણ કોઈ જ વાત ના કરે. નહીંતર તો જો બંને ને થોડો પણ સમય મળે તો એટલી બધી વાતો કરે કે સમય નો અંદાજ ના રહે. પણ આજે તો ચિત્ર કઈ અલગ જ હતું. બંને ના વચ્ચે એટલી ખામોશી કે તમને હવા નો પણ અવાજ સંભળાય. બંને એક બીજા વગર જે રહી નથી શકતા એ માણસો આજે એક બીજા ની આખો માં વાતો કરે છે પણ મોં પર એક શબ્દ નથી. બંને ના મન માં મગજ માં ખુબ જ સવાલો છે. પણ બંને એક બીજા ને કેહતા નથી.
સવાર થી ફરતા ફરતા સાંજ પડી ગઈ. ઘરે જવાનું અર્પિતા કેહતી એટલા માં તો વરસાદ પડ્યો. જયારે બંને પેહલી વાર મળ્યા ત્યારે બિન મોસમ વરસાદ પડ્યો હતો. એ દિવસ ના વરસાદ ને આજ પણ અર્પિતા ભૂલી નથી. અર્પિતા ને ઈચ્છા હતી કે જયારે પણ મને મારો જીવનસાથી મળે ત્યારે વરસાદ પડે. અને જયારે પેહલી વાર બને મળ્યા ત્યારે પણ વરસાદ પડ્યો અને અર્પિતા ના સપના પૂરું થયું એવું એને લાગ્યું હતું. અર્પિતા અને અનુપ એ દિવસ થી વરસાદ ની મજા જોડે લેતા હતા. અને ભગવાન ના સંજોગ કે આજે પણ બિન મોસમ વરસાદ થયો.
વરસાદ વરસતો હતો બંને એક બીજાની આખો માં દેખી રહ્યા હતા. પેહલા ના દિવસો યાદ કરતા. પણ કોઈ બોલે નઈ . યાર!! આ બંને ની ચુપી તો જીવ લઇ લેશે. વરસતા વરસાદ માં બંને ચાલતા ચાલતા આગળ જતા હતા. એટલા માં જ અર્પિતા લાપસી અને અનૂપે અર્પિતા ને પકડી દીધી. હવે તો શું યાર એક બાજુ વરસાદ પડતો હોય અને પોતાનો hasband સાથે હોય. અને સામે એક ચાઇ નો સ્ટોલ હોય. તો તો કેવી મજા આવે. હાય, હવે અનુપ નો અવાજ સાંભળવા મળ્યો કે ચાલ આપણે ચાઇ પીએ. બંને ચાઇ પીધી. અનુપ કહે અર્પિતા ને કે 'તને કઈ વાગ્યું નથી ને. જોઈ લે નહીંતર ડૉક્ટર પાસે લઇ જાઉં.' અર્પિતા ધીમા સ્વર માં બોલી 'ના હું ઠીક છું તમને કઈ નથી થયું ને?' અનુપ કહે ના હું પણ ઠીક છું. આટલી વાત થી એમના બંને વચ્ચે વાત ની શુભ શરૂઆત થઇ.
ધીમે ધીમે બંને ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા હતા અને બંને ના વચ્ચે ના મત-ભેદ દૂર થતા ગયા. થોડો ઝગડો પણ થયો. થોડી બહેસ થઇ. વાત-ચિત , ઝગડો, આનાકાની કરતા કરતા બંને ના વચ્ચે ના મત ભેદ ઘણા ઓછા થઇ ગયા. બંને એ એક બીજા ને sorry કહી દીધું હોય ને તો આટલું બધું થાય જ નહિ. પણ sorry બોલે કોણ? દોસ્તી અને રિલેશન માં 'No Thanks & No Sorry ' લોકો કહે છે. પણ એવું નથી. 'Thanks & Sorry ' relations માં ખુબ જ જરૂરી છે. આ બે words તમારા સંબંધો ને સાચવી રાખી છે. જયારે પણ જરૂર પડે ત્યારે સોરી અને થૅન્ક્સ કહી જ દેવાનું. પતિ પત્ની વચ્ચે ઝગડો પણ જરૂરી છે જેથી બંને વચ્ચે નો સબંધ મજબૂત બને. એ પણ જરૂરી છે કે બંને એક બીજા ની વાત સાંભળે. એક બીજા ને સમજે. અર્પિતા અને અનુપ ચાલતા ચાલતા એમના વચ્ચે ગણી બધી વાતો થઇ.. બંને વચ્ચે ના મત ભેદ દૂર થતા ગયા.
થોડીક એવી પણ વાતો હતી કે બંને એક બીજા નો વિરોધ કરતા હતા. અને એ ચર્ચા કરતા કરતા અર્પિતા એ એકદમ જ અનુપ ને કીધું કે ' અનુપ, i m pregnet' .... અનુપ એ સાંભળી ને સ્તભ થઇ ગયો. એને ખબર જ ના પડી કે એ શું કરે કે શું ના કરે?. અનુપ એટલો બધો ખુશ થઇ ગયો કે અર્પિતા ને ઉઠાવી ને વરસાદ માં ઘૂમવા લાગ્યો. એટલો ખુશ કે અર્પિતા એ પેહલા કદી એને આટલો ખુશ દેખો જ નઈ. બંને ના વચ્ચે ના દરેક ઇશુ ખતમ થઇ ગયા. અનુપ અને અર્પિતા ઘરે જય રહ્યા હતા. જયારે બંને ઘરે થી નીકળ્યા હતા એ વખતે બંને એક બીજા સાથે વાતો પણ કરતા ન હતા. અત્યારે બંને ખુશી ખુશી ઘરે જય રહ્યા હતા. બંને એક બીજા ની આંખ માં દેખતા હતા. પણ અત્યારે કોઈ સવાલ નઈ પણ પ્રેમ ,ખુશી નો અનુભવ કરી રહ્યા હતા. ઘરે પહોંચ્યા ત્યારે ઘર ના સભ્યો બંને ને ખુશ દેખી ને અમને પણ શાંતિ થઇ. અને જયારે અનુપ ઘર માં વાત કરી તો ઘર માં ખુશી નો માહોલ છળવાઇ ગયો.. અનુપ અને અર્પિતા જીવન માં ફરી થી આ વરસાદે એક બીજી ખુશી આપી. એ બંને માટે વરસાદ એક magic જેવું છે.
અનુપ અને અર્પિતા બહાર ના ગયા હોય અને બંને એ વાત ના કરી હોય તો આજ પણ બંને વચ્ચે પ્રોબ્લમ હોય. અને બંને આ ખુશ ખબરી ની આટલી ખુશી પણ ના હોય. બંને વચ્ચે ના મત - ભેદ દૂર થઇ ગયા. બંને ખુબ જ ખુશ રહે છે. Relations માં Communication ખુબ જ જરૂરી છે. જયારે પતિ પત્ની વચ્ચે કૉમ્યૂનિકેશન ઓછી થયા ને ત્યાર થી બંને ના વચ્ચે ના પ્રૉમ્બલ ની શરૂઆત થાય છે. પછી તો ખુબ જ નાની નાની બાબતે પણ લડાઈ થઇ છે. નાની નાની બાબતો પણ મોટું સરૂપ લે છે. દરેક રિલેશન માં કૉમ્યૂનિકેશન જરૂર છે. તમે એક બીજા ને ખુબ જ પ્રેમ કરો છો બંને ને ખબર પણ છે. તો પણ અમુક સમય એ પ્રેમ ને શબ્દો માં વ્યક્ત કરવું જરૂરી છે. જેના થી તમારા સબંધો વધારે મજબૂત બને છે
આજે અર્પિતા અને અનુપ એટલા ખુશ છે કે તેનો કોઈ અંદાજો નથી. બની નું જીવન શાંતિ થી વીતી રહ્યું છે.