Gujarati Quote in Jokes by Mukund Joshi

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 -( કર્મ નો 'સાચો' સિધ્ધાંત )- 

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - 

'હે માધવ,
યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ?

એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ?

આ પાપ તમે કેમ થવા દીધું ? '

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં...
અને,
ફક્ત સ્મિત આપ્યું !

પણ,
રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં
અને,
ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં...

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
' હે પ્રિયા,
એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી...

પણ,
એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે -

જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!'

રુક્મિણી : 'કયું પાપ નાથ ?'

શ્રીકૃષ્ણ : હે દેવી,
એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે -
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ...

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં...

પણ,
એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! '

રુક્મિણી : એ સાચું સ્વામી...

પણ,
કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે - 

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

-( કર્મનો 'સિદ્ધાંત' )-

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે ||.

ખાસ નોંધ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.
કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે.અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો હોય...

Gujarati Jokes by Mukund Joshi : 111022963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now