#એનો_અવાજ_એટલે_ન_પૂછો_વાત
'વાહ ક્યાં બાત હૈ....વાહ...વાહ...હા, ભ'ઈ હા...' આવું તો એક નહીં અનેક વાર સાંભળવા મળે. એમાં 'હું' પણ આવી જાવ અને તમે પણ આવી જાવ. ખરેખર! માઁ સરસ્વતિએ શું કંઠ આપ્યો છે! એનાં અવાજમાં ઈશ્વરની શક્તિ છે.
એ વ્યક્તિ કોણ છે? મારે જણાવું જ છે, એ પહેલાં તેની ખુબીઓ તો જાણો. કહેવાય છે ભગવાનની ભક્તિ કરવાનાં કોઈ નિયમો ન હોય. બસ, સાચ્ચા મનથી કરેલ ભક્તિનું સ્મરણ નિષ્ફળ નથી જતું. ભક્તિનો એક માર્ગ કહેવાય એ પ્રણાલી એટલે 'ભજન'. ભજનની દુનિયાનાં એકમાત્ર સિંહ એટલે 'પરમ પુજ્ય નારાયણ બાપુ'. આજ પણ અઢળક ઘરોમાં શુભ સવાર તેનાં ભજનથી થાય છે. તેમનો ચાહકગણ કાંઈ ઓછો નથી થયો!
ધણી ખરી જગ્યાએ ભજન પોગ્રામમાં ગયો અને સૌરાષ્ટ્ર આખું ખૂંદી નાખ્યું. સારા શબ્દો મળતા રહે તે માટે ભજનની દુનિયામાં મેં પગ મૂક્યો. એમ, વિહરતા ગઈ કાલે મુલાકાત થઈ ગઈ એક મહાન હસ્તી સાથે - પ.પુ. નારાયણ બાપુનાં દિકરા 'હરેશદાન ગઢવી' સાથે પછી એમનાં ભજનો સાંભળ્યા. અરે! યાર ગજબ હો પણ, સેમ ટુ સેમ નારાયણ બાપુને સાંભળતા હોય તેવો અહેસાસ થયો. જેવાં ભજન પુરાં થયા અને ચા-પાણી પીવા બહાર નીકળ્યાં, એ દરમિયાન મારી વધુ ઓળખાણ તેની સાથે થઈ. નારાયણ સ્વામી સંતનાં ન સાંભળેલ કિસ્સાઓ પણ તેમનાં મુખેથી જાણ્યાં અને તેમનાં અવાજે ગવાયેલાં ભજનને ફરી આ સમયમાં તાજા કર્યા.
હજું તો ધણી બધી વાત આપને જણાવવી છે. હરેશદાન ગઢવી સાથેની મારી સીધી વાતચીત તેમજ ગાઢ મિત્રતાનાં સંબંધનું યાદી ઝરણું. તમારા સુધી પહોંચાડીશ...બસ, આપ મારી સાથે જોડાયેલા રહેજો.
'જય નારાયણ'
લી.
રવિ ગોહેલ