પુસ્તક - અમૃતા પ્રીતમ એક પ્રેમ કહાની
લેખક - ઉમા ત્રિલોક
અનુવાદ - ભદ્રાયું વચ્છરાજાની
sunday મેગેઝીન મા આવતી અંકિત દેસાઈની કોલમ બુક કોર્નર મા આના વિશે વાંચ્યું હતું જો કે અમૃતા પ્રીતમ,ઇમરોઝ અને સાહિર ના નામથી અજાણ ન હતી..ટુકડે ટુકડે વાંચ્યું હતું...એકવાર પૈસા ભેગા કરીને 2 બુક ઓર્ડર કરેલી એક તો રઈસ મણિયાર ની મરીઝ સાહેબ નો પરિચય અને ઉમા ત્રિલોક ની અમૃતા ઇમરોઝ જેનો અનુવાદ ભદ્રાયું વચ્છરાજાની કરેલો એ ઓર્ડર કરેલી પણ પપ્પા જોઈ ગયા, મને કે આવી બુક વંચાય, love story, એમને એ જ દિવસે એ બન્ને બુક પાછી મોકલાવી દીધી...જો કે અફસોસ થયો હતો....પણ એક મિત્ર એ લિંક મોકલી કે માતૃભારતી માં છે...tqsm dear..
# Book review
કોઈ પણ સામાજિક રીતરિવાજ વિના જોડાયેલ બે વ્યક્તિઓની દાસ્તાન...
અમૃતા અને ઇમરોઝ ના છુટા છવાયા સંવાદો....જેને જોડીને રચાયેલ પુસ્તક...
પ્રેમ અને આઝાદી બન્ને વિરોધાભાસી છે, બન્ને એકસાથે સંભવી જ ના શકે, પ્રેમ કોઈને પ્રેમની ગાંઠથી બાંધે છે, જ્યારે આઝાદી બધા બંધનો તોડીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નામ છે...આ સ્ત્રી કે જેણે આ બન્ને આયામો ને એકસાથે જીવ્યા...એક આઝાદ, ખુદદાર સ્ત્રી, જે કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈનો સ્વતંત્રતા દિવસ હોય તો એ મારા માટે ઇમરોઝ છે...
ઇમરોઝ અમૃતા કરતા 7 વર્ષ નાના છે, એકવાર અમૃતા કહે છે કે,
અજનબી....
તુમ મુજે જીંદગીકી શામ મેં ક્યુ મિલે
મિલના થા તો, દોપહર કો મિલતે....
બન્નેએ જ્યારે કોઈ સામાજિક રીતરિવાજ વિના સાથે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે અમૃતા ઈમરોઝ ને કહે છે કે,
એકવાર તમે દુનિયા કેમ નથી ફરી આવતા જો
પછી પણ તમે પાછા આવ્યા અને મારી સાથે જીવવાનું પસંદ કર્યું તો
હું એ. જ કરિશ જે તમે ઇચ્છસો..
ત્યારે ઇમરોઝ અમૃતાની આજુબાજુ ફરીને કહે છે ચાલો હવે મેં દુનિયા ફરી લીધી...ઇમરોઝ ની પુરી દુનિયા અમૃતા જ હતી.. ..અમૃતા ને રોજ મોડી રાતે કોઈ પણ જાતનો શોર ન હોય ત્યારે લખવાની આદત...અને તે ચા બનાવવા ઉઠી શકે નહિ...રોજે ઇમરોઝ એના માટે 1 વાગે ઉઠતા ચૂપચાપ એમના ટેબલ પર ચા નો કપ મૂકી આવે એમને ખબર પણ ન પડે એમ...છેલ્લા ચાલીસ વરસથી આ ક્રમ ચાલુ રહ્યો...
એવો નિયમ હોય છે કે પતિ પત્ની એક જ રૂમમાં રહે પરંતુ ઇમરોઝ ને અમૃતા સામ સામે ના રૂમમાં રહેતા જેથી એકબીજાની સુગંધ મેળવી શકે...
દર્દ વિશે અમૃતા કહે છે કે,
દર્દ તમારું સલામત રહે,
ન જાણે આશિષ છે તે કે અભિશાપ...
એક દર્દ હતું,
જે સિગારેટ ની જેમ મેં ચૂપચાપ પીધું,
માત્ર થોડી કવિતાઓ છે -
જે સિગારેટમાંથી રાખની જેમ મેં ખંખેરી છે...
અમૃતા પોતાની કવિતાઓને નાઝાયઝ બાળક જેમ કહે છે કેમ કે એમની કવિતાઓનો નાઝાયસ બાળક ની જેમ તિરસ્કાર થયો હતો...જયારે ભાગલા થયા ત્યારની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ નો ચહેરો રજૂ કરતી હૃદયદ્રાવક કવિતાઓ વિરુદ્ધ પણ ઘણી રચનાઓ થઈ અને એમની ઘણી સાહિત્યિક રચનાઓ ને પબ્લિશ થતા રોકવામાં આવતી કેમ કે એમણે...
પતિ હોવા છતાં બીજા પુરુષ સાથે પરણ્યા વિના રહેતા હતા... એ જમાનામાં કદાચ સમજી શકીએ કે કેટલા વિરોધ વચ્ચે આ સ્ત્રી પોતાના નિર્ણય પર મક્કમ રહી હશે....
એવી સ્ત્રી જેણે સૌપ્રથમ live in માં રહેવાની શુરુઆત કરી...અને કોઈપણ જાતના ડર વિના પોતાના સીધાંતો મુજબ જીવ્યા...
ઇમરોઝ કહે છે કે જે સ્ત્રી અને પુરુષો ને પોતાના નિર્ણય પર ભરોસો નથી હોતો એને જ સામાજિક સ્વીકૃતિની જરુરત હોય છે .....
શરીર પરનો ઘા
એક સામાન્ય રોગ છે
ઘાના નગ્નપણાથી
જો શરમ આવે
તો સપનાનો એક ટુકડો
ફાડીને ઘા પર લગાવી લો...
-----------------------------
ઉઠ અપને ઘડે સે
પાની કા કટોરા દે
ધો લૂંગી બેઠકર
રાહો કે હાદસે
--------------------
અમૃતા પ્રીતમ એમના મિત્ર માટે લખે છે કે,
અજનબી કા તો મને પાંખ આપી દે
કે પછી મારી પાસે આવીને રહે....
ઇમરોઝ પોતાની પેઇન્ટિંગ વેચાય એના માટે એક્ઝિબિશન ક્યારેય ન કરતા તેઓ કહેતા કે,
'કલા ને દર્શકની જરૂર નથી પરંતુ
દર્શક ને કલા ની જરૂર છે...
અમૃતા જ્યારે આ દેહ છોડીને જાય છે ત્યારે ઇમરોઝ એ જ રાતે એક કવીતા લખે છે જેની 2 લાઈન...
વૃક્ષ હવે બીજ બની ગયું
હવાઓ મા ઉજડી ગયું
ખબર નહિ
કઈ ધરતીની શોધમાં .....??
કદાચ આવા આત્માઓ વિખુટા નથી પડતા....
એકાકાર થઈ જાય છે....
એકબીજામાં સમાય જાય છે....
પુરી નોવેલ મસ્ત છે મેં તો મને ગમતું મૂક્યું તમે તમારું ગમતું મુકજો....