Gujarati Quote in Whatsapp-Status by Dhruvkumar Rana

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 'હકીકત એક સત્ય'


           હાલ ભાષાઓની વાત કરવામાં આવે તો વિશ્ર્વભરમાં સૌથી વધુ બોલાતી અને કામમાં આવે એવી ભાષા એટલે અંગ્રેજી. અલબત્ત,અંગ્રેજી કામની ભાષા છે અને કામવાળીને કામ પૂરતી જ રખાય પણ પોતાની માને ડાકણ તો ન જ કહેવાય !


         પોતાની ભાષામાં વાત કરવાનો ને લખવાનો આનંદ જ કંઈ ઓર હોય છે,કારણ કે આપણી ભાષામાં મીઠાશ,લાગણી અને સંતોષની હૂંફ મળે છે એવી કોઈ બીજી ભાષા આપણને નથી આપી શકતી.માનીયે છીએ કે અમુક ભાષા કામની ભાષા છે શીખવી જોઈએ,ત્યાં સુધી વાત બરાબર છે પણ એને જરૂરીયાત બનાવી નિરંતર વટથી બોલવી એ મારા મતે યોગ્ય નથી કારણ કે જયારે ઇચ્છાઓને જરૂરિયાતનું સ્થાન આપી દેવાય છે ને ત્યારે દુ:ખી જ થવાય છે.અંગ્રેજી ભાષાના શબ્દો અને આપણી ભાષાના શબ્દોની સરખામણી કો'ક વાર કરી જોજો,આપણી ભાષામાં જે શબ્દો બોલાય એ જ લખાય છે.દા;ત,પ્રેમ,प्रेम આ આપણી ભાષા,જયારે અંગ્રેજીમાં Love- Lo-લો Ve-વે થાય પણ બોલાય લવ.કેટલો મોટો ફર્ક જોવા મળે છે.


        આજે અંગ્રેજી એક શૃંગાર બની ગઈ છે જેને લોકોએ પોતાના વ્યક્તિત્વથી સજાવી લીધી છે.અમુક લોકો અંગ્રેજીનો મુખવટો પહેરીને બનાવટી વ્યક્તિત્વનો શૃંગાર સજી સમાજમાં અદબથી અંગ્રેજીમાં નકામી વાતો કરે છે ને લોકોના દિમાગ ચાટે છે.અને અમુક તો એવાં પણ લોકો છે જેઓ ગર્વથી અંગ્રેજીમાં બોલીને પોતાની જ માનું દૂધ લજવાનું કામ કરે છે.કહેવાનો તાત્પર્ય એ છે કે પોતાની જ ભાષા બોલતા વ્યક્તિઓને નિમ્ન કક્ષાના ગણે છે.'આ લોકો પારકા પ્રદેશમાં ગયા તો એમનું શું થાય ?' પણ આવા લોકોને મારે એટલું જ કહેવું છે કે,


'જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ,ને જયાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી પણ જયાં ન પહોંચે અનુભવી ત્યાં ફક્ત પહોંચે ગુજરાતી અને હિન્દી.'


        આ 'હકીકત એક સત્ય' છે કે વધતી જતી બોલાતી અંગ્રેજીને કારણે આપણી રાષ્ટ્રભાષા ને માતૃભાષા ચકલીઓ અને ખિસકોલીઓની જેમ લુપ્ત તો નહીં થઈ જાય ને ! આવો ખ્યાલ પણ અમુક લોકોને સતાવે છે,પણ એવું કો'દિ નથી થવાનું,એનું મૂળકારણ એ છે કે 'જે કૂવામાં હોય તે જ હવાડામાં આવે !'


               (ખાસ અંગ્રેજીના પૂજારીઓ માટે)


       અંગ્રેજીનો મુખવટો પહેરી બનાવટી વ્યક્તિત્વ ધારણ કરવા કરતાં અસલ ચહેરામાં જ આપણું વ્યક્તિત્વ કેટલું સરસ દેખાય છે એ સત્યને જાણવાનો પ્રયત્ન જરૂરથી કરવો.
હું પારકી ભાષાઓનો વિરોધક નથી,પણ પોતાની ભાષાઓનો પૂજક છું.


        -ધ્રુવકુમાર રાણા

Gujarati Whatsapp-Status by Dhruvkumar Rana : 110230004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now