જિંદગીનાં કાળ ચક્રમાં જાણે હું ખોવાઈ ગ્યો,
સપના તૂટતાં જ જાણે હું વિખરાઈ ગ્યો,
મને નથી સમજ શું સારું શું નસશું અહીં,
આ જગની માયાજાળમાં જાણે હું ભરમાઇ ગ્યો,
હું છું તન્દ્રામાં કે નિંદ્રામાં એ ના રહી સમજ મને,
કારણ સમયે કહ્યું એ કર્યું એ જાણી ભરમાઇ ગ્યો,
શું સપના શું હકીકત ક્યાંય ના હતો મેળ અહીં,
છતાં ખોટું રમતા, હસતાં શીખ્યો અહીં,
ચાહ્યું રાખું ખુશ ને સુખી બધાને,
એમાં ભૂલાયું મન મંદિરની ખુશી રે,
આ તો જિંદગી છે કે પર ભવના કર્મો ની ચૂકવણી,
એ દેવા તળે દબાઈ કરમાયો હું,
હું રહ્યો એક લાગણીશીલ જીવ,
સદાય પ્રેમ, પ્રેમ કરી વરસાયો હું.....