થોડા દિવસો પહેલા NPA નું મારાં એક પ્રોજેકટ માટે અધ્યયન કરતાં મને ઘણો આશ્ચર્ય થયો અને અચાનક જ મારા મુખ પર એક સ્મિત છલકાઈ આવ્યું; આ સ્મિતની પાછળ ૯-૧૦ મહિના જૂનો અનુભવ સંકળાયેલ છે. તે અનુભવ આપની સમક્ષ રજુ કરતા પહેલા કેટલાક તથ્યો ને અંકિત કરવા માંગીશ.
૧. સમગ્ર વિશ્વમાં ભારતનો સૌથી વધુ NPA ધરાવતા દેશો માં ૫મો ક્રમ છે.
૨. ભારતનું total NPA 8,29,338cr છે.
3. ભારત ની સૌથી મોટી બેંક તેમજ સમગ્ર એશિયાની સૌથી મોટી બેંક SBI 24.11% 1,88,068cr નાં આંકડા સાથે પ્રથમ ક્રમાંક પર છે.
૪. SBI, PNB, BOI, IDBI, BOB આ તમામ બેંક સૌથી વધુ NPA ધરાવતી બેંકના લિસ્ટની પ્રથમ પાંચ બેંક છે.
૫. માત્ર ઉપરોક્ત ૫ બેંકનું NPA જ ટોટલ NPAનું ૪૭.૪% હિસ્સો ધરાવે છે જેની રકમ 3,93,154cr છે.
(Source: RBI) (Data:June, 2017)
ઉપરોક્ત તથ્યો બાદ હવે હું મારો રમૂજ અનુભવ રજૂ કરવા જઈ રહ્યો છું.
જે રીતે દરેક યુવાનનું એક સ્વપ્ન હોય કે એક ધ્યેય હોય સારું શિક્ષણ મેળવવું અને સારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરવો તે મુજબ જ મારો પણ આવો જ કંઈક ધ્યેય હતો. તો સ્નાતક કક્ષાની ઉપાધિ (graduation) મેળવી અનુસ્નાતક કક્ષાની ઉપાધિ (post graduation, Masters) માટે નું શિક્ષણ મેળવવા અંદાજિત ખર્ચ ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ની શૈક્ષણિક ધિરાણ (educational loan) માટે મેં ઘણા હાથ પગ માર્યા જેથી કરી ને શૈક્ષણિક ધિરાણ મળે તો હું સરળતા પૂર્વક આગળ અભ્યાસ કરી શકું પરંતુ જ્યારે જુદી-જુદી બેંક માં મેનેજર સાથે મળી ને વાત કરેલ ત્યારે ૨-૪ ઘસાયેલા સવાલો પૂછી તે વસ્તુ ન હોવાના કારણે શૈક્ષણિક ધિરાણ ન મળે તેમ નિર્ણય નીકળ્યો અને અંતે નિરાશા જ હાથ લાગી પરંતુ, કઈક સમજવા પણ મળ્યું તેમનો પ્રથમ પ્રશ્ન પિતા શુ કરે છે? વ્યવસાય કે કોઈ પગારદાર વ્યક્તિ છે? જો પગારદાર હોત કે વ્યવસાય કરતા હોય તો શું હું માત્ર ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ ની રકમ માટે બેંક પાસે લૉન માંગવા ગયો હોત? બીજો પ્રશ્ન કોઈ મિલકત છે? તો વ્યક્તિગત ધિરાણ નું પ્રાવધાન કરી આપીએ. મિલકતમાં તો માત્ર સ્નાતક કક્ષાનું પ્રમાણપત્ર હતું એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું એટલે તે પણ શક્ય નોહતું કે તે પ્રમાણપત્ર પર મને ધિરાણ મળે