દીકરી છે ઘરમાં સહુની સખી , વાત એ રાખજો તમે જરુર લખી ,
કદાચ હોય પોતે એ આંતર મુખી , પણ જોવા ઇચ્છે એ ઘરના સહુને સુખી ,
ઘરમાં જો ન હોય દીકરી , તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી ,
કરે ભલે એ સહુની મશ્કરી , પણ જાણશો એને ના તમે ના-ફિક્રી ,
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ , એ તો છે આખા ઘરનું ઢાંકણ ,
પ્રભુ દીકરીને આપે છે એવુ ડહાપણ , એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાંપણ ,
દીકરી તો છે મમતાનો ભંડાર , એનાથી રહે પ્રફુલ્લિત ઘર-સંસાર ,
માતા-પિતાને માટે એ મીઠો કંસાર , છતાં કેમ ?
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?