હજી મને એની યાદ આવે છે ક્યારેક,
ક્યારેક એમ થાય કે સાથે હોત તો સારું હતું,
સારું હોત જો મળ્યા જ ના હોત આપણે,
આપણે અજાણ્યા જ હોત, રસ્તાઓ મળ્યા જ ના હોત શાયદ,
શાયદ મળી જાત જો નશીબમાં હોત,
નશીબમાં હોત તો છુટા ના પડ્યા હોત,
છુટા પડ્યા એક ખામોશી લઈને,
પ્રેમ કરવાનો પણ છુપાઈ છુપાઈને,
છુપાઈ છુપાઈને એક બીજાના ફોટા જોવાના,
ફોટા જોવાના અને એકબીજાને યાદ કરવાનાં,
યાદ કરીને ઊંઘ બરબાદ થાય છે ક્યારેક,
હા, હજી પણ મને એની યાદ આવે છે ક્યારેક...
- લાચાર