બધા જ વિચારો ભેગા કરી કોઈ પંક્તિ બનાવું,
તને મનાવવાની કોઈ યુક્તિ બનાવું
ચલ દરિયાની રેતી થી કોઈ મહેલ બનાવું,
એ ના પસંદ આવે તો તાજમહેલ બનાવું
તને ગમે તો મસ્ત એક ઝરણું બનાવું,
તને ગમે તો દિલ ને દરિયો બનાવું
તને ગમે તો તારાઓની રોશની સજાવું,
ના ગમે તો સુરજ થી બધા જ છુપાવું
ચાલવું હોય તો બધે જ જાજમ બિછાવું,
ઉડવું હોય તારે તો મસ્ત મજાના પંખ અપાવું
તને મનાવવાની બધી જ રીત કરી જોઈ,
બસ એક જ સપનું મારું કે તું કાયમ મારી હોય...
- લાચાર