કેમ વર્ણવું તારી આદતને ?
જેમ જોગીને ચિલમની આદત હોય છે ? નહી
જેમ સન્યાસીને વૈરાગ્યની આદત હોય છે ? નહી
અતુલ્ય છે તું મારા માટે બસ એટલી મને ખબર છે
અને ખબર છે તો એ કે બસ મને તારી આદત છે
તારી એ અફીણી આંખોની આદત છે
તારી એ બેપરવાહ વાતોની આદત છે
તારી એ શરમાળ પ્રકૃતિની આદત છે
તારી એ મસ્ત લહેરાતી ઝુલ્ફોની આદત છે
તારી એ નિર્દોષ નાદાનીની આદત છે
તારી એ પ્રીતની આદત છે
તારી એ પ્રેમ કરવાની રીતની આદત છે
તારી મારા માટેની લાગણીની આદત છે
તારી એ ચોકલેટની માંગણીની આદત છે
એમ જ ક્યારેક બાહોંમાં જકડી લે છે એની આદત છે
એમ જ ક્યારેક મારો હાથ પકડી લે છે એની આદત છે
મને એ હરેક વસ્તુની આદત છે જેની તને આદત છે
કેમ કે તું જ મારી આદત છે તું જ મારી આદત છે ....
- લાચાર