હાલરડું
“મારો ભાઇ
ભલે ખુદ મારી સાથે લડશે ..
પણ આખી દુનિયા સામે લડી જશે મારા માટે
આવો છે મારો ભાઇ
ખુદની વાત ભલે ના કહે મને
પણ મારી એક પણ વાત પર નજર રાખશે
આવો છે મારો ભાઇ
ભલે મને ગમે તે નામે એ બોલાવશે
પણ બીજું કોઇ મારું નામ બગાડે તો સહન નહીં કરે
આવો છે મારો ભાઇ
વારંવાર મને સાસરે મોકલવાની વાત કરે છે
પણ પાછળ થી ખુદ જ ના પાડે છે
આવો છે મારો ભાઇ
મને કેટલો પ્રેમ કરે છે એ ક્યારેય નહીં કહે
પણ હું જ જાણું છું તે મને કેટલો પ્રેમ કરે છે
આવો છે મારો ભાઇ “
❤️
- Umakant