દરિયો તું બને તો હું વાદળ બની જાઉં ,
ઓઢી લઇ આકાશ ને ઝરમર વરસી જાઉં .
આભ તું બને તો હું પંખી બની જાઉં ,
સ્વપ્નોને તારા પાંખમાં લઇને ઊડી જાઉં .
ઉપવન તું બને તો હું કોયલ બની જાઉં ,
આંગણમાં તારા હેતનાં ટહૂકા વેરી જાઉં .
નદી તું બને તો હું એક નાવ બની જાઉં ,
તારા દિલના અરમાનોને પેલે પાર લઇ જાઉંં .
ચાંદ તું બને તો હું ચમકતી ચાંદની બની જાઉં ,
અંધારી રાતમાં તારલા પાલવમાં ભરી સુઇ જાઉં .
પ્રિયતમ તું બને તો તારી પ્રેયસી બની જાઉં ,
સાથ મળે તારો તો સંસાર સાગર તરી જાઉં .
રણ તું બને તો હું મ્રુગજળ બની જાઉં ,
અધૂરી તારી પ્યાસને 'જશ' આશ દઇ જાઉં .
જશુ પટેલ
- Umakant