સંધ્યા
ઢળતી સંધ્યાએ અમે નીકળ્યા ફરવા ને,
ઢળતો સુરજ કેવો જોઈ ગયો અમને!
આવ્યો પાછળ ને તેને,ધર્યો કસુંબલ રંગ.....
તળાવે,ખેતરે ને વગડે બધે તું દીઠતો
જોવું તને હું પાછળ તું આવતો રે દીઠતો ...
ખેતરે કામ કરી,વિસામો લેતા સ્વજનો,
મહેનતની મીઠી મહેક, મહેકાવતા લોકો...
મંદિરે- મંદિરે રૂડા આરતીના સંભળાતા સૂર
રસ્તે પેલા લીલા-પીળા પાંદડાને,પંખીના સુર..
ખેતરે તે સળગતા ચુલાના થાતા ધોળા તે પટ
મોરલા ના ટહુકાને,ધૂળના ઉડતા રે કણ!
શહેરે તે સાંજે ,રેલાતા રોશનીના તેજ,
ગામડે તે સાંજે,ધૂળની ઉડતી રે રજ!....
ઢળતી સંધ્યાએ વ્યાપી રહી અનેરી શાંતિ
દીવાની હું ઉષા ને સંધ્યા રે તારી
નિહાળુ હું તમને વારી રે વારી!.....
ઢળતી......….
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર