..." ઋતુ આવી પ્રેમની "
ફાલ્યો છે ફાગણ ચારેકોર.
તરુવનમાં ગહેકી રહ્યાં મોર.
પીઠી ચોળી ઊભો ગરમાળો,
લાલ રંગે શોભે છે ગુલમહોર;
મહેકે છે ઝાકળે ભીંજાતી માટી,
વાસંતી વાયરો કરે છે કલશોર;
લચી છે વનરાજી કેસૂડે - કેસૂડે,
આંબાની ડાળે મ્હૉર્યાં છે મૉર;
કુહુ કુહુ... પેલી ગાતી કોયલના-
ટહુકામાં થઈ છે ઉષા તરબોળ;
પર્ણ પર્ણ ઝળકી રહી શબનમ,
નવી કૂંપળ ફૂટવા કરે છે જોર;
આવી છે ઋત પ્રેમની " વ્યોમ "
દલડું ચોરી ગયો છે ચિત્તચોર;
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.