અશ્રુ વહાવ્યા, વ્યર્થ નહીં જ જાય,
ખુદા સામે, હાથ જોડી તો જો...
અહીં ક્યાં કોઈ પરાયું છે ?
પોતીકું ક્યારેક માની તો જો...
વ્યથાઓ સઘળી વહી જશે,
લાગણી ને વહાવી તો જો...
જેવું આપીશ,તેવું જ પામીશ,
માનવ માત્ર ને, પ્રેમ કરી તો જો...
સમંદર ભલે ઘૂઘવે,તરી જશે,
નૌકા તારી એમાં નાખી તો જો...
ઝીદગી મળી છે જ,મોઝ કરવા,
'રાજ' થોડું મોઝમાં જીવી તો જો...
સૌજન્ય:-
-રાજ મહેતા
🙏🏻
- Umakant