અનેક આયુર્વેદ,દ્રવ્ય,તેલ,ઘી ઘસી મૂર્તિ મસ્ત રાખવા ભક્તોએ કોશિશ કરી છે !!
ખાબોચિયું નહિ સમંદર ભરી હે!પથ્થરના ભગવાન!ઘી,તેલ,અત્તર તમને ચડાવ્યાં છે.
ધૂપ,ફૂલ,અગરબત્તી,નાળિયેર ચડાવી,નીત નવાં વસ્ત્ર,ચંદનના લેપ લગાડ્યા છે.
કીડી,મકોડા,ઉધઈ,જીવાત ઝેરી ચટકા ભરે છતાં તમેં પથ્થર બની કેમ ઉભા છે?
હું તો તારે દર્શન આવ્યો હતો પ્રભુ!કે તને મારું દુઃખ કહું,ત્યાં તો તું આંસુડા સારે છે.
- वात्सल्य