કોન્ટ્રાક્ટ આ શબ્દ જે પહેલા જમાનામાં કોઈ જાણતું નહોતું આજે ટેકનિકલ જમાનામાં બહુજ વિસ્તૃત રૂપે ફેલાઈ ગયો છે.દરેક બાબત માં શરતો આવી ગઈ છે.કંઈ પણ ખરીદો બધી શરતો જોવાય છે.આ હતી વસ્તુઓની વાત.
અત્યારે સંબંધોમાં આ કોન્ટ્રાક્ટ શબ્દ વિશાળ રીતે ફેલાઈ ગયો છે.બંને લોકના દિલમાં આ શબ્દ ઘૂસી ગયો છે.
શું પ્રેમ એક રમત છે કે બંને વચ્ચે લાગણીઓ વ્યક્ત કરવાને બદલે શરતો આવી ગયી છે.શા માટે આ શબ્દ વિશાળ બની ગયો છે.દરેક વ્યક્તિ જાણે છે કે બધું ખરીદી શકાય પરંતુ વિશ્વાસ અને પ્રેમ દાવ પર લગાવી શકાય નહિ.
આ શબ્દ પર રચાયેલા સંબધો સ્વાર્થી હોય કે પછી એમની મજબૂરી હોય પણ જે હોય તે લાગણીઓ દાવ પર મૂકી શકાય નહિ.