જીવવાની જડીબુટ્ટી છે તમારો પ્રેમ,
લાઈલાજ દર્દની દવા છે તમારો પ્રેમ..
અવનીમાં અગણિત તારાઓ છતાં,
પૂનમનાં ચાંદ જેવા છે તમારો પ્રેમ..
અમે શમણામાં પૂર્યા છે મેઘધનુષી રંગો,
ને મોરપંખમાં જ સમાયો છે તમારો પ્રેમ..
ઝેર ગટગટાવી પામવો ક્યાં સહેલો હતો!
મીરાં બાઈનાં એકતારા જેવો છે તમારો પ્રેમ..
વાંસળીના છિદ્ર છિદ્ર ફૂંકે છે સૂર મધુર,
રાધે નામ રટે ને કૃષ્ણ જેવો અતૂટ છે તમારો પ્રેમ..
દર્શના રાધે રાધે