જગતને ખબર છે કેવાં હાલ છે અમારા,
તોય પુછવા આવે છે કેવાં હાલ છે અમારા,
કોઈ સાચે જ પૂછે તો કહીંએ હાલ કેવા છે અમારા,
પણ લોકો તો અમથા જ પૂછે હાલ કેવા છે અમારા,
સાચે જ પૂછે તો કહીયે હાલ મધદરીયે ડોલતી હોડી જેવા,
પણ અમથા લોકોને કહીયે હાલ મૌજ કરતી હોડી જેવા,
જગતને ખબર છે કેવાં હાલ છે અમારા,
તોય પુછવા આવે છે કેવાં હાલ છે અમારા..
મનોજ નાવડીયા