જિંદગી છે આપણું અનોખું પુસ્તક,
અગણિત હોય છે એનાં પાનાંઓ,
અસંખ્ય ઉમેરાય છે વાર્તાઓ એમાં.
બસ બદલાતાં રહે છે રોજ પાત્રો એનાં.
ચાહીને પણ ના બદલી શકીએ સંવાદ એના
એનાં લેખક તો સ્વયં શિવ છે આદિનાથ એનાં.
હું અને તું તો બસ મહોરાં છીએ એનાં.
છતાંય અઘરી અસર છોડે છે આ ગાથા.
ના જાણે કંઈ કેટલાં સુખો
અને દુઃખોનાં પડછાયાં એમાં.
દરેક દિવસ ઉમેરાતાં નવાં પ્રકરણો એમાં.
જાણીને પણ અજાણ બનતાં આપણે
સત્યનો સ્વીકાર ના કરી શકતાં આપણે.
સ્મિત મળે તો હરખાતાં ને
દર્દને ના સહી શકતાં આપણે.
"મીરાં"કેમ કરીને પણ સમજાય
આ જિંદગીનો કોયડો?
કોઈને ના મળે એનો ઉકેલ.
-Bhavna Chauhan