તું આપે રજા તો તને થોડો પ્રેમ કરી લઉં.
મસ્તાની આ આંખોમાં એક ડૂબકી મારી લઉં.
આપે તું રજા તો તારાં ગાલે હળવી ટપલી મારી લઉં.
તારાં હાસ્યથી પડતાં ખંજનને મન ભરીને જોઈ લઉં.
તું આપે રજા તો તારી આંખોનાં આંસુ પી લઉં.
તારી હથેળી પર જરા મારી હથેળી રાખી લઉં.
તું આપે રજા તો મારો હેત થોડો વરસાવી લઉં.
તારી લાગણીની ધારમાં થોડી હું ભીંજાઇ લઉં.
તું આપે રજા તો જીવનમાં તને આવકારી લઉં.
સંબંધ પર તારાં વહાલનાં હસ્તાક્ષર કરાવી લઉં.
-Bhavna Chauhan