શું સવાર અને શું રાત?
તારાં વિનાની શું વાત?
આંખોમાં બસ તું જ
હંમેશા ડોકાય.
શમણાઓમાં બસ તું
જ હંમેશા ભટકાય.
શું શબ્દો અને શું પંક્તિઓ?
કવિતાઓમાં બસ તું
જ હંમેશા વંચાય.
ગીતોમાં બસ તું
જ હંમેશા ગવાય.
શું સ્મિત અને શું રુદન?
આંસુઓમાં બસ તું
જ હંમેશા છલકાય.
સ્મિતમાં બસ તું
જ હંમેશા રેલાય.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan