🌷સુપ્રભાત 🌷
હાલ આસો સુદ નવરાત્રિ દરમ્યાન વહેલી સવારે ૬-૩૦ વાગ્યે સૂર્યોદય થાય તે પહેલાં નીલા આકાશ માં વિહાર કરતી નાનકડી વાદલડીઓ પીળા, કેસરી અને ગુલાબી રંગે રંગાઈ જાય છે. સૂર્યોદય થતાં જ આ વાદલડીઓ શ્યામ રંગની અને ઉગતા સૂર્ય ના કિરણો થી કિનારી સોનેરી ઝળહળી ઉઠે છે.વિરાટ આકાશ અનેરુ વિહંગમ દ્રશ્યમાન થાય છે.પરમાત્માને પામવા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા માં જવાની જરૂર નથી.પરમાત્મા તો આપણા સૌની ભીતર તેમજ આસપાસ ચારેતરફ કુદરત માં વિસ્તરેલો છે જે માણવા અને જોવાની દષ્ટિ કેળવીએ.
"એક સુવિચાર"
ડો.ભૈરવસિંહ રાઓલ