કરી આંખો બંધ ને તું નજર સામે,
આવી ગયો કાના.
એ જ હસતાં ચહેરે મારી સામે,
તું હસતો રહ્યો કાના.
ટગર ટગર જોતી રહી તને હું ને,
તું એમ જ મલકતો રહયો કાના.
બોલવાં મથી રહી હું ને,
તું મૌનથી જ વાતો કરતો રહયો કાના.
ખુલી ગઈ આંખો મારી ને ફરીથી,
એમ જ આમતેમ તને શોધતી રહી કાના.
-Bhavna Chauhan