જીવવાની મજા
ભુતકાળ સૌ ભુલો તેમાં મજા છે
ભવિષ્ય ના ખુદ હાથમાં હોય છે
વર્તમાનમાં જીવવાની જ મજા છે
સમયને સાચો પારખે તે મજા છે
મળ્યું તે માણવાની ખુબ મજા છે
ના મળ્યું ચાહો તો દુઃખી થાય છે
વાંક સૌનો તમે ભુલો તો મજા છે
થોડું સહન કરતાં શીખો મજા છે
સંબંધોને સાચવીએ તો મજા છે
ચિંતાને નેવે જ મુકીએ તે મજા છે
નમીએ,ગમીએ,ખમીએ મજા છે
સુખ દુઃખમાં ભાગીદારી મજા છે
સૌની અદેખાઈ ત્યજીએ મજા છે
માણસમાં માણસાઈ હો મજા છે
એક જુદો સંકલ્પ કરીએ મજા છે
પરસ્પર પુરક બનીએ તો મજા છે
સઘળું સમજી આચર્યે તે મજા છે
ખુદ અમલમાં મુકીએ તો મજા છે
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય
મે/૩૧/૨૦૨૨
❤️