ચૂડીનો ખનકાર ને તારી પાયલનો ઝણકાર,
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
આંખોમાં છે કાજળ,બિંદી છે કપાળ,
નાક પર ચમકે છે નથડીનો ચમકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
કાયા કામણગારી, ને ગાલો પર લાલી,
હોઠો પર છે મિઠા સ્મિતનો મલકાટ.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
કેડે છે કંદોરો, કેશમાં બાંધ્યો અંબોડો,
અંગે લહેરાય રેશમી ઓઢણીનો ફનકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
અંગ અંગ મોગરા સમ મહેકે,
ચહેરા પર ભીની લટ લટકે,
બદન લાગે છે જાણે સુવર્ણ અલંકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
ચૂડીનો ખનકાર ને તારી પાયલનો ઝણકાર,
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)