મારું લખેલ દેશી ગીત,
પ્રેમ તને કેટલો હું કરું છું,
કેવી રીતે તુજને હું દેખાડું.
ગણી ગણીને થાય નહીં પ્રેમ આ,
પ્રેમમાં હિસાબ જેવું હોય ના.
ચાહો છો કોઇને, ચાહતું રેવાનુ,
મન કરે ત્યારે એને લવ-યુ કેવાનું,
પૂછી પૂછી થાય નહીં પ્રેમ આ,
પ્રેમમાં વ્યવહાર જેવું હોય ના.
મોંઘી મોંઘી ગીફ્ટ કે ભેટ સોગાતો,
માપી શકે ન પ્રેમ મીઠી મીઠી વાતો.
માપી માપી થાય નહીં પ્રેમ આ,
પ્રેમમાં કાંઇ તોલ માપ હોય ના.
ભરત*
-Bharat