મનગમતો મોગરો
મને વ્હાલો રે સખી મનગમતો મોગરો
મોગરા ની હું તો ઘેલી રે
સખી મનગમતો મોગરો...
મને વ્હાલો રે સખી ........
મોગરા ના ફુલ સખી શ્રીજી ને વ્હાલા
ફૂલડાં શ્રીજી ને ચડાવું રે
સખી મનગમતો મોગરો...
મને વ્હાલો રે સખી........
ફૂલડાં વીણી ને હું તો છાબ ભરી લાવતી
પ્રભુજી ની માળા બનાવું રે
સખી મનગમતો મોગરો....
મને વ્હાલો રે સખી ........
ફૂલડાં ખીલ્યા ને એતો કેવા મહેકીયા
મારાં કેશગુંથન માં શોભ્યા રે
સખી મનગમતો મોગરો....
મને વ્હાલો રે સખી........
કહે "બકુલ" ગુણ મોગરા ના ગાઈ
મારાં જીવન માં મોગરો મહોર્યો રે
સખી મનગમતો મોગરો....
મને વ્હાલો રે સખી મનગમતો મોગરો
મોગરા ની હું તો ઘેલી રે
સખી મનગમતો મોગરો...
મને વ્હાલો રે સખી......
-બકુલ ની કલમે...✍️
ભાવગીત
22-03-2021
22.06