બંધ નઝર ભરી આંખો તારી,
જોઈને મન મારૂ હરખે છે.
સ્મિત તારૂ ચેહરા પર,
કાયમ નઝરે છલકે છે.
શીતળતા એ ચેહરાની,
જોઈને મન મારૂ હરખે છે.
બાંધુ નઝર હું એવી તારી,
કોઈની નઝર તુજ પર ના પડે,
તારા ચેહરા પર નું કાળુ ટપકું;
જોઈને મન મારૂ હરખે છે.
એક એવો ભાવ તારો,
કાયમ દિલમાં રહે છે,
એ ભાવ ને "સ્વયમભુ";
જોઇને મન મારૂ હરખે છે.
બંધ નઝર ભરી આંખો તારી,
જોઇને મન મારૂ હરખે છે.
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ