મારી શું કિંમત?
મેં તને ક્યાં સાથ આપ્યો'તો?
મેં ક્યાં તારું ટેંન્શન દૂર કર્યું'તું?
હું ક્યાં તારે ઈશારે દોડી આવતો'તો?
હું ક્યાં તારી બીમારીમાં સાથ આપતો'તો?
હું ક્યાં તારી birthday વિશ કરતો'તો?
હું ક્યાં મોંઘી ગિફ્ટ કરતો'તો?
પછી સબંધની ક્યાં કિંમત?
એક નાનકડી વાતમાં ગુસ્સો તારો !
પ્યાર ને બદલે ઇન્કાર દઈ ગયો.
- વાત્ત્સલ્ય