#Navratri
#Kavyotsav
નાર નવેલી...
જોઈ'તી એક નાર નવેલી,
આંખમાં કાજળ ને હાથોમાં ચૂડી.
ઘૂમે જ્યારે ગરબે એ છોરી,
ઉડે ચુનરી ને અનાવૃત થાય ચોલી.
યૌવન એનું મદમસ્ત થાતું,
મસ્તીમાં હોય જાણે કોઈ પ્રેમ ઘેલી.
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે એવી,
કે કેડનો કંદોરો લે એની કમર ચૂમી.
પ્રસ્વેદ બિંદુ ગળેથી સરર સરકે,
જાણે ઉતાવળ હોય ઉરોજ મિલનની.
રૂપ એનું એવું ઝગારા મારતું,
સ્વર્ગની અપ્સરા સાક્ષાત અવતરેલી.
જોઈ'તી એક નાર નવેલી,
જેની કાતિલ અદાઓ મારા હૈયે ખૂંપેલી.
Rohit Prajapati...
#Navratri
#Kavyotsav