જો તમે જીવંત છો, તો જીવનની જીતમાં વિશ્વાસ કરો,
સ્વર્ગ હોય તો, તેને જમીન પર ઉતારી લાવો,
સવાર-સાંજ રંગેલાં ગગનને ચુંબીને,
તું સાંભળ જમીન ગાઈ રહી છે ઝૂમઝૂમ કરીને,
તમે આ મારો શૃંગાર કરો, તમે મને સુંદર બનાવવા આવો,
જો કયાંક સ્વર્ગ હોય તો, તેને જમીન પર ઉતારી લાવો, તમે જીવંત છો.
આ દુ:ખના બીજા ચાર દિવસ, અંઘારાના વઘારે ચાર દિવસ,
આ દિવસો પણ પસાર થઈ જશે, હજારો દિવસો વીતી ગયા,
કયારેક તો આ બગીચા પર નજરથી બહાર થઈ જશે,
જો કયાંક સ્વર્ગ હોય તો, તેને જમીન પર ઉતારી લાવો, તમે જીવંત છો.
હજારો વેશપલટો કરી મોત આવી તામારા દરવાજા પર,
પરંતુ ના તમને છીનવી શકી ચાલી ગઈ,
એ હારીને મારો શૃંગાર જોઈ,
નવી સવારની સાથે હંમેશને માટે નવી ઉંમર મળી તમને,
જો કયાંક સ્વર્ગ હોય તો, તેને જમીન પર ઉતારી લાવો, તમે જીવંત છો.