આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ
આખરે મળી આવ્યો એ દિવસ,
શોધતા હતા સૌ પુરુષો જેને!
હતો અસ્તિત્વમાં વર્ષોથી,
છતાંય રહ્યો અજાણ્યો દુનિયાથી!
ઉજવાતો આવ્યો આ દિવસ,
19 નવેમ્બર 1992થી,
ને છતાંય અજાણ્યો સૌથી!
ઉજવાય છે ધામધૂમથી મહિલા દિવસને,
તો ચાલો, કરીએ શરૂઆત ઉજવવાની,
પુરુષ દિવસની પણ!
થાય સન્માન જેમ બહાદુર સ્ત્રીઓનું,
કરીએ સન્માન એ પુરૂષોનું પણ,
નિભાવી જેમણે જવાબદારીઓ,
ઈમાનદારીથી, જોયા વિના દિનરાત!
ઉભો રહેતો જે સતત પરિવારની પડખે,
દેખાતો ન એનો પ્રેમ ક્યારેય!
બનવું પડે છે હૈયાથી કઠોર એણે,
ત્યારે જ ચાલે ઘરસંસારનો રથ એનો!
પહેરી પોતે જૂનાં કપડાં, લાવે નવાં સૌ કોઈ માટે!
જમે ટિફિનમાં ઠંડું ખાવાનું દરરોજ ઑફિસમાં,
જમે ઘરે પરિવાર ગરમગરમ ભાણું!
નથી ઉતરતો લાગણીઓમાં સહેજે એ સ્ત્રીઓથી,
બસ, નથી દર્શાવી શકતો સમાજનાં નિયમો સામે!