હે જન તું કરે જો તારી શક્તિ નું અભિમાન તો તારી આ મોટી નિર્બળતા છે,
શકિતનું શીદને કરવું અભિમાન એતો પલભર પાણી પર થયેલ પરપોટા છે,
વનમાં સર્વ ને ભ્રમ કે ગજરાજ શકિતશાળી છે ત્યાં સુક્ષ્મ મરછર કર્ણ પાસે આવી કહે આ ભ્રમ ખોટો છે,
"હું" જ શકિતશાળી એ વ્હેમ સનાતન ખોટો છે, શેરને માથે હોય સવાશેર કહેવતનો સાર સાચો છે,