🙏🙏 ખરેખર જીંદગી ફરી જીવવા મળે તો?
બાળપણનું એ નાદાન ભોળપણ પાછું મળે તો.
ઈશ ઇરછું છું કે હાથમાં સ્લેટ લઈને સ્કુલે જાઉં.
જો નવેસરથી એકડ એક થી એક ઘુંટવા મળે તો.
એકવાર તો પ્યારે ચાચાની દુકાને થી ચોકલેટ ખરીદી લઉં.
મજા આવશે? મોસંબી ગોળી જેવી એ નક્કી તો કરી જ લઉં.
કરવી છે મિત્રતા,બસ જીંદગીના ઉમંગ માટે,
શોધું છું કોઈ બાળપણ નો દોસ્ત મળી જાય તો.
ઉંઘતી આંખોએ પોહચી જાઉં સ્કુલ દ્વારે.
જીંદગી ખરેખર બાળપણ પાછું મળી જાય તો.🦚🦚